Bachchan Pandey
અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Pandey) આવી રહી છે. આ ફિલ્મમાં હવે પંકજ ત્રિપાઠીનું નામ પણ સામેલથઇ ગયું છે. પંકજ ત્રિપાઠીની નિર્માતા સાજિદ નડિયાદવાળા સાથે આ ત્રીજી ફિલ્મ હશે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં પંકજ ફિલ્મની ટીમ સાથે જેસલમેરમાં શૂટિંગમાં જોડાશે. આ ફિલ્મને 90 દિવસમાં જ પૂરી કરવાની યોજના છે. પંકજને આપેલો રોલ ફિલ્મમાં બહુ મહત્વોઅને રમૂજ છે.
આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા
આ ફિલ્મને 2021માં રિલીઝ કરવાની યોજના છે. બચ્ચન પાંડે ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરના પાત્રમાં છે. કૃતિ સેનોન પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. અરશદ વારસી અક્ષયના મિત્રના રોલમાં હશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.