Khalifa bin Salman
બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન (Khalifa bin Salman) અલ ખલીફાનું 84 વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો ક્લોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. કોરોના વાયરસને કારણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.
તેમના નિધન પર બહરીનના શાહી ઉચ્ચાધિકારીઓ શોક વ્યક્ત કર્યો છે. બહરીનના શાસક શેખ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ ખલીફાના નિધન પર એક સપ્તાહ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન બહરીનમાં રાષ્ટ્રીય ધ્વજ અડધા ઝુકેલા રહેશે.
આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય
ખલીફા બિન સલમાન અલ ખલીફાએ વર્ષ 1970થી દેશના પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી હતી. તે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર પ્રધાનમંત્રીઓમાંથી એક હતા. પ્રિન્સ ખલીફાની તાકાત અને સંપત્તિની ઝલક આ નાના દેશમાં ચારેતરફ જોવા મળે છે. ખલીફાનો એક ખાનગી દ્વીપ હતો જ્યાં તેઓ વિદેશી મહેમાનો સાથે મુલાકાત કરતા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.