Ahemdabad

Ahemdabad

અમદાવાદ (Ahemdabad) પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રક, ટ્રેક્ટર કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે 10 થી 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે. 

આ પણ જુઓ : પાટણ પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી વસુલ્યો રૂ.૨૦ લાખથી વધુનો દંડ

લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024