પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી તથા સર્કલ પો.ઇન્સ. શિહોરી ચાર્જ ડિસા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચનાઓ આપી હતી.

જે અનુસંધાને શિહોરી પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર લગત પ્રેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન કંબોઇ ગામે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કંબોઇ હઠાણીપાટીમાં ફુલસિંહ ચમનસિંહ સોલંકી ના ઘર આગળ લાઇટના અજવાળે ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમુક માણસો ભેગા થઇ ગંજી પાનાનો પૉસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.

આ હકીકત આધારે તે જગ્યાએ જુગારની પંચો સાથે રેઇડ કરતા કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૉસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ પોલીસને જોઇ નાશવા જતા પોલીસના માણસોએ કોર્ડન કરી ૧૯ જેટલા જુગારીયાઓની અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024