kankrej taluka panchayat

પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર ની કરાર આધારિત અવધિ પૂરી થઈ જતાં તેમને વિદાય આપી હતી ત્યારે નવા તાલુકા વિકાસ અધિકારી તરિકે અનિલ ત્રિવેદી એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને કાંકરેજ તાલુકા માં વિકાસ કામો ને વેગ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી કાંકરેજ તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી ની કાયમી ધોરણે નિમણુક કરવામાં આવતી નથી અને કાંકરેજ ની જનતા ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાંકરેજ તાલુકા ની નબળી નેતાગીરી જવાબદાર છે ત્યારે અગત્યની બાબત એ છે કે કાંકરેજ તાલુકા પંચાયત માં ઘણા બધા કર્મચારીઓ કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અને જે તે ટેબલ પર મૂકવામાં આવે છે ત્યારે એ કર્મચારીને પૂરતો અનુભવ નથી હોતો અને બે ત્રણ ચાર્જ સોંપવામાં આવે છે.

એક તરફ ગ્રામ પંચાયતો ના તલાટીઓ ને પણ ત્રણ ચાર જેટલી ગ્રામ પંચાયતો નો ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે લોકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે હવે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી રસ દાખવી ને કાંકરેજ તાલુકા ની જનતા માટે સારા કર્મનિષ્ઠ અને નો કરપ્સનની નીતિ વાળા tdo અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ક્રીમિલિયર અને આવક તેમજ જાતિ પ્રમાણ પત્ર માટે ધરમ ધક્કા ખાઈ ને થાકી જાય છે અને તાલુકામાં બેઠેલા તંત્રના અધિકારીઓ આજે નહી કાલે આવજો આવી રિતે હેરાન કરે છે.

ત્યારે હવે નવા આવેલા tdo કેવો વહીવટ કરશે તે અંગે લોકોમાં ભારે ચર્ચાસ્પદ છે. કારણ કે અગાઉ પણ આ tdo દ્વારા વ્હાલા દવાલા ની નીતિ અપનાવી ને કોન્ટ્રાકટર અને સરપંચો ને ટાર્ગેટ બનાવીને વિકાસ કામોમાં સતત અન્યાય કર્યો હતો પરંતુ આજ સુધી ઉપરી અધિકારી દ્વારા મગનું નામ મરી પાડવા માટે કાળજી રાખી નહોતી એટલે કરાર આધારિત કર્મચારીઓ અને કાંકરેજ તાલુકા પંચાયત કચેરી માં ફરજ બજાવી ને ગયેલા તાલુકા વિકાસ અધિકારી ની નિમણુક કરવામાં આવતાં ભારે આનંદ અને અસંતોષ જોવા મળ્યો છે.આમ ઘણાં બધાં પ્રશ્નો સાથે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતા.

જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના મદદનીશ ટી.ડી.ઓ. જિગરભાઈ ચૌધરી, તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી કે.આર. ઝાલા, બાંધકામ એ.સો.જોશી, મહેકમ કારકુન સોમાભાઈ દેસાઈ, તલાટી મંડળના પ્રમુખ હસુભાઈ રાજગોર, મંત્રી પ્રકાશભાઈ ચૌધરી, તલાટીઓ,તાલુકા પંચાયત નો સ્ટાફ હાજર રહી તાલુકા વિકાસ અધિકારીને પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રજાને કેવો વહીવટ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024