બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત દેવું માફ કરો સમિતિના જીવણ ભાઈ સોલંકી અને દશરથ ભાઈ ઠાકોર દ્વારા લાખણી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
ખેડૂતો દેવું ભરીને ત્રાહિમામ પોકારી રહ્યા છે ખેડૂતો એ જે ધિરાણ લીધું છે એજ ધિરાણ નું વ્યાજ મૂડી કરતા ડબલ ભરી ચૂક્યા છે.
ખેડૂત દેવું માફ કરો સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ઉધોગપતિઆે અને સરકાર આજ બેન્કોને માત્ર ૧ ટકા ના વ્યાજે લોન આપે છે
જ્યારે ખેડૂતો ના ધિરાણ માટે૧ર ટકા વ્યાજ કેમ લોવાય છે.? અને વધુમાં ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે જેથી ખેડૂતોના હિત માટે ખેડૂત દેવું માફ કરવા સરકારને વિનંતી કરવામાં આવી હતી.