કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે સ્વર્ગીય મણાજી રંગાજીની પુણ્યતિથિ નિમિત્તે મીની અંબાજી શક્તિપીઠ ના મહંત અંકુશગિરિ ના સાનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આકોલી ભક્ત મંડળ ના ગાયક કલાકાર બી.કે. વાઘેલા એ ભજન ની મોજ કરાવી હતી ત્યારે બેન્જો વાદક સદુભા વાઘેલા અને તબલા વાદક રાજુગિરિ ગૌસ્વામી તેમજ હારમોનીયમ વાદક કાળુભા સોલંકી સહિત બચુભા ભગત, શાંતિ ભગત, તેમજ બહુચરાજી તાલુકાના સુજાણપૂરા ભક્ત મંડળ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં પૂજન, આરતી, થાળ ધરાવી સ્વર્ગીય આત્મા ને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને વ્યસન મુક્તિ અને ભજન સત્સંગ માં સંતોની સેવા માટે ભકતો ને અંકુશગિરિ બાપુ એ જણાવ્યું હતું. ત્યારે જલારામ જોષી (રાધા કૃષ્ણ ભગવાન મંદીર પુજારી) ખાસ કરીને પોતાની આગવી અલૌકિક કળા થી ખડતાલ વગાડી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આમ દિવંગત આત્મા ની શાન્તિ માટે ભજન સત્સંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.