દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર માં સોમવારે સાંજે એક દુઃખદ ઘટના નો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈ ના જન્મ દિવસ નિમિતે ઘરમાં ભવ્ય ઉજવણી નો પ્રસંગ ની તૈયારી થઈ રહી હતી ત્યારે એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મુત્યુના સમાચાર મળતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો

દિયોદરમાં મોબાઈલ ની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્ના ના નાના ભાઈ મુન્નાભાઈ ના પુત્ર નો જન્મ દિવસ હોવાથી જન્મ દિવસ ની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા તે સમય પિયુષભાઈ તન્ના નો એક નો એક પુત્ર અને ઘરના સભ્યો નો લાડકવાયો દીકરો જેનિલ ઉંમર વર્ષ દોઢ જે ઘર આંગણે રમી રહ્યો હતો તે સમય દાડમ નો ઠળિયો આરોગતા માસૂમ બાળકો ના ગળામાં ઠળિયો ફસાઈ જતાં શ્વાસ રૂઘાવાના કારણે એકાએક બાળકનું મુત્યુ થયું હતું જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જતા ડોકટરે મૂર્ત જાહેર કરતા પરિવાર ઉપર આભ તુટી પડયો હતો જેમાં જેનિલ ના અણધારી વિદાયના સમાચાર મળતાં ખુશી નો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024