દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : દિયોદર તાલુકાના વાતમ જુના પાસે બે અલગ અલગ ગાડીમાં ઘાસચારા ની કોઈ પણ વ્યવસ્થા વગર બે પશુઓ ને લઈ જવામાં આવતા હોવાથી સ્થાનિક લોકો એ ગાડી ચાલક ને પૂછ પરછ કરતા યોગ્ય જવાબ ન આપતા અને બંને પશુઓ ને કતલખાને લઈ જવામાં આવતા હોવાથી બંને પશુઓ એ પોલીસ મથકે લાવી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો
દિયોદર તાલુકાના વાતમ જુના ગામે રહેતા ગોપાલસિંહ વાઘેલા જે ગામ માંથી નીકળી રહ્યા હતા તે સમય બે અલગ અલગ ગાડી માં કુર્તા પૂર્વક બે પશુઓ ને બાંધી ગાડી જતી હતી જેમાં શંકા જતા ગાડી ચાલક ને રોકી પૂછ પરછ કરતા ગાડી ચાલકે કોઈ યોગ્ય જવાબ ના આપતા બંને ગાડી પોલીસ મથકે લાવી બંને પશુઓ ને ગૌ શાળા ખાતે મુકલી આપવામાં આવ્યા હતા.
જેમાં દિયોદર પોલીસ મથકે (૧) ભરતજી હીરાજી ઠાકોર રહે જાલોઢા (૨) હુસેનખાન આદમખાન બલોચ રહે સેસણ નવા (૩)રઝાકખાન બલોચ રહે સેસણ નવા સામે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં કતલખાને જતા બે પશુઓ ને ગૌ પ્રેમીઓ એ બચાવ્યા હતા