બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, સુઇંગામ, થરાદ, ભાભર થઈ દિયોદર તાલુકામાં પરિભ્રમણ શરુ કરવામાં આવી છે. જયાં ભાભરના સનેસડા ગામે થી સવારે ૯ કલાકે સંકીર્તન યાત્રાનો પ્રારંભ કરી વાવના એટા ધામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
સંકીર્તન યાત્રામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના સાથે જિલ્લાના વિવિધ તાલુકા ના ગામોએ યાત્રા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું.
ગાય માતાના અસ્તિત્ત્વ અને ભારત નું રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવે તેવા સંદેશા સાથે અભિયાન યાત્રા શરૂ કરી છે. આ યાત્રા એક માસ સુધી જિલ્લાના વિવિધ તાલુકામાં અને સ્થળે ફરશે. સંકીર્તન યાત્રા દિયોદર ના કોતરવાડા ગામે થઈ દિયોદર આવી પહોંચી હતી. જ્યાં દિયોદર બજારમાં ફરી અંબાજી ધામ ખાતે રાત્રી રોકાણ કયું હતું.
દિયોદર ખાતે આવી પહોંચેલી સંકીર્તન યાત્રા ના ભક્તોએ કરતાલ સાથે રામધૂન સાથે ઝૂમી ઉઠ્યા હતા. જ્યાં ધાર્મિક લાગણી ધરાવતા ગૌ ભક્તોએ યાત્રાને વધાવી લીધી હતી.