દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલસીબી સ્ટાફ મિલનદાશ, કાનસિંહ, સંજયકુમાર ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આખોલ ચાર રસ્તા પાસે આવતા મળેલી બાતમી હકીકત આધારે આરોપી મહશેજી ઉર્ફે હકો કાળુજી કુકડીયા (ઠાકોર) રહે.આખોલ મોટી તા.ડીસા જી.બનાસકાંઠાવાળો પોતાના કબ્જા ભોગવટાની ડીસા થી ધાનેરા જતા હાઇવે ઉપર આવેલી મહાકાળી હોટલમાં ભારતીય બનાવટનો વિદેશી તેમજ બિયરનો જથ્થો રાખી વેપાર કરતા હતો.
રેડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીનની કુલ બોટલ નંગ-૩૪૯ કિ.રૂ.૪૦,૬૧૦/- નો મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ ગયેલ હોઇ અને એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી વાળો દારૂ આપી ગયેલ હોઇ બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.