દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : દિયોદર પોલીસ ને વધુ એક સફળતા મળી છે જેમાં શહેર માંથી તાજેતરમાં ચોરી થયેલ બે બાઈક ચોરી નો ભેદ ઉકેલાયો છે જેમાં પોલીસે એક ઈસમ ને બે બાઈક સાથે ઝડપી વધુ પૂછ પરછ હાથ ધરી છે
દિયોદર પી એસ આઈ જે એન દેસાઈ,વસ્તીબેન,રમેશભાઈ, ધર્મેન્દ્રસિંહ,અરવિંદસિંહ,દલસગજી પેટ્રોલિંગ માં હતા તે સમય પોલીસ કોન્સ ધર્મેન્દ્રસિંહ નાનુભા વાઘેલા ને ખાનગી બાતમી મળેલ કે ૨૯/૦૩/૨૦૨૩ ના રોજ ચોરી થયેલ મોટર સાઇકલ લઈ એક ઈસમ ભેસાણા થી દિયોદર તરફ આવી રહો છે તેવી બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
જેમાં ધ્રાડવ ગામનો કલ્પેશ મફાભાઈ નાઈ ને રોકી બાઈક વિશે પૂછતાં યોગ્ય જવાબ ના પોલીસે ઈસમ ને ઝડપી પોલીસ મથક ખાતે લાવી સઘન પૂછ પરછ કરતા આરોપી એ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બે બાઈક ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે બે મોટર સાઇકલ સાથે ઈસમ ને ઝડપી વધુ પૂછ પરછ હાથ ધરી છે.