બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં ચોમાસુ આવતા ની સાથે જ સતત લાઈટ નો પ્રશ્ન રહેતો હોય છે અને ખેડૂતો ને પૂરતો પાવર મળતો ન હોવાની બૂમ રાડ ઉઠતી હોય છે.
જેમાં સરહદી વિસ્તાર દૈયપ ગામના ખેડૂતો જીઇબી ઓફીસ વાવ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે સતત ૧પ દિવસ થી લાઈટ નો પ્રશ્ન છે.અને આકોલી ફીડર ની લાઈન લાબી હોવાને લીધે ફોલ્ટ વધારે થાય છે એવું હેલપર દ્વારા જણાવવામાં આવ્યું હતું. એના કારણે લાઈટ નો કાપ વધુ રહે છે.
અને પાવર આવે તો પણ પાવર લોડ ઓછો હોવાને કારણે ચાલુ કરીએ તો પણ મોટર અને સ્ટાર્ટર બળવાનો પણ વધારે પ્રમાણ માં ખતરો રહે છે. જેથી જલ્દી થી જલદી આ સમસ્યા નું કાયમી સમાધાન લાવવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.