Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં 40 વર્ષીય યુવક નું ડૂબી જતાં મોત
Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં કરશનપુરા નો 40 વર્ષીય યુવક પટેલ શંકરભાઈ ધુડાભાઈ પોતે રાત્રે બે વાગ્યે ઘરેથી નીકળી ને ખોડા તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ મૂકી ને તળાવમાં પડ્યો હતો.
ત્યારે સવારે વહેલા ઘરના લોકો એ શોધખોળ આદરી હતી જેમાં એમની કોઈ ભાળ મળી નહોતી પરંતુ કદાચ સવારે વહેલા લોકો તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ જોઈ ને મૃતક ના પરિવાર ને જાણ કરી હતી. ત્યારે તાત્કાલીક ધોરણે ચાંગા ગામના વતની દિનેશ પટેલ તરવૈયા ની મદદ થી લાશ બહાર કાઢી હતી, અને પોલીસ મથકે જાણ કરતાં દિયોદર dysp ડી. ટી. ગોહીલ અને શિહોરી cpi સહિત પીએસઆઈ બી એલ રાયજાદા ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૃતક યુવકના મોત થી સમગ્ર ખોડા ગામમાં શોકની લાગણી છવાઈ હતી અને મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. હજુ સુધી કોઈ મોતનું ચોકકસ કારણ જાણી શકાયું નથી. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ને સત્ય હકીકત તારવવી ને સાચી દિશા માં તપાસ હાથ ધરાઇ છે.
અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.