આખરે પ્રતીક્ષા પૂરી થઈ. Battlegrounds Mobile India, PUBG Mobile નું ભારતીય version હવે દેશના તમામ Android વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. હવે કોઈપણ Google Play Storeથી રમત ડાઉનલોડ કરી શકે છે અને જે લોકો પ્રારંભિક એક્સેસ વર્ઝન ડાઉનલોડ કરી ચૂક્યાં છે તે Battlegrounds Mobile Indiaનું અંતિમ version મેળવવા માટે રમતને અપડેટ કરી શકે છે. આ રમત હજી પણ Appleના આઇઓએસ માટે ઉપલબ્ધ નથી, પરંતુ હજી પણ ટૂંક સમયમાં તે આઇફોન પર આવે તેવી અપેક્ષા છે. સામાન્ય રોલઆઉટ સાથે, Battlegrounds Mobile Indiaએ પણ તેના 10 મિલિયન ડાઉનલોડ્સના પુરસ્કારની જાહેરાત કરી છે.

Battlegrounds Mobile Indiaમાં ઓરિજિનલ ગેમ કરતાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. PUBG મોબાઈલની સરખામણીએ એમાં ગ્રાફિક્સ થોડાં ઓછા મજેદાર મળશે. જૂની PUBGની જેમ જ આ ગેમમાં મેપ, હથિયાર, ગેમ મિકેનિક્સ મળે છે. ફરક માત્ર એટલો છે કે એને ભારતીય યુઝર્સ માટે ફરી પેક કરવામાં આવ્યાં છે. હવે લોહીનો રંગ લાલને બદલે લીલા કલરનો થયો છે. ગેમની ઉપર જીવિત ખેલાડી અને યુઝર દ્વારા મારી નાખવામાં આવેલા ખેલાડીઓની સંખ્યા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સરકારે PUBG સહિત 117 એપ્સ દૂર કરી હતી. ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ક્રાફ્ટને ટેન્સેન્ટ સાથે પાર્ટનરશિપ તોડી ભારતીય યુઝર્સ માટે નવી ગેમ લોન્ચ કરવાની વાત કહી હતી. કંપનીએ કહ્યું હતું કે ભારતના નિયમનું પાલન થશે અને યુઝર્સના ડેટા ભારતમાં જ રાખવામાં આવશે. હવે ફાઈનલી આ ગેમ લોન્ચ થઈ છે. કંપનીએ નવા અવતારમાં લોન્ચ કરાયેલી ગેમમાં કેટલાક પ્રાઈવસી રિલેટેડ પણ ફેરફાર કર્યા છે.