Be prepared to pay for Instagram

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) વાપરવા માટે નજીકના ભવિષ્યમાં પૈસા ચૂકવવા પડે તેવા વાવડ આવી રહ્યા છે. એક્ચ્યુઅલી, ઇન્સ્ટાગ્રામ એક સબસ્ક્રિપ્શન મોડેલ પર કામ કરી રહ્યું છે. તે અંતર્ગત ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સે મહિને 89 રૂપિયા ચૂકવવા પડી શકે છે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આનાથી ઇન્સ્ટાગ્રામના ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને ફાયદો થશે. અત્યારે જોકે કંપનીએ આ વિશે સત્તાવાર રીતે માહીતીં આપી નથી.

ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગ ‘ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન’ માટે 89 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે આ પ્લેટફોર્મ ક્રિએટર્સ માટે એવા મૉડલને શોધી રહ્યું છે જે સબ્સક્રિપ્શન આધારિત હોય.

જોકે, Instagram તરફથી આ અંગે કોઈ અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ લિસ્ટિંગ એ વાતનો સંકેત આપે છે કે કંપની નવા ફીચર પર કામ કરી રહી છે. આ સબ્સક્રિપ્શનમાં યૂઝર્સને ફોટો શેરિંગ એપ પર કન્ટેન્ટ નિર્માતાઓને વિશેષ કન્ટેન્ટ વેચવાની પરવાનગી મળી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ આ યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં કેનેડા અને યુએસ જેવા દેશમાં iOS યૂઝર્સ માટે તેને પ્રથમ તબક્કામાં રજૂ કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં એક એવું ફીચર લૉંચ (Instagram new feature) કર્યું છે જેની તેના યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામે તેમના યૂઝર્સને સ્ટોરી સાથે લિંક એડ કરવાનો વિકલ્પ (Instagram users can share links on Stories) શરૂ કરી દીધો છે. એટલે કે હવે યૂઝર્સ ઇચ્છે તો પોતાની સ્ટોરી સાથે તે લીંક પણ એડ કરી શકે છે. આ પહેલા આ વિકલ્પ એવા જ યૂઝર્સને મળતો હતો જેઓ વેરિફાઇડ હોય અથવા જેમના 10 હજારથી વધારે ફોલોઅર્સ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024