Bhagvan Jagannathji Nu Mameru

Bhagvan Jagannathji Nu Mameru : ઐતિહાસિક નગરી પાટણ શહેરમાંથી તારીખ 20મી જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાને (Rath yatra) લઈને જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ સાલે ભગવાનના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર દ્વારા પણ ભગવાનનું ભવ્યાતી ભવ્ય મામેરું ભરવામાં આવનાર છે.

ભગવાન ના મામેરાના યજમાન ભૂમિબેન મયંકભાઈ પરિવાર દ્રારા પોતાના ભગવતી નગર ખાતે ના નિવાસ સ્થાને ભગવાન નું મામેરૂ લોક દર્શનાર્થે પાથરવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથજીના મામેરામાં યજમાન પરિવાર દ્વારા ભગવાનના પાંચ જોડી વસ્ત્રો, પાંચ અલંકૃત મુગટ તથા આભૂષણો,ભગવાનના ત્રણ ચાંદી મઢીત છત્રો, એક કિલો ચાંદી, સોના ચાંદીના દાગીના, ચાંદીનો તુલસી ક્યારો, ચાંદીની ગાય,ચાંદીની થાળી,વાટકો,ગ્લાસ, ચમચી સહિતનો સંપૂર્ણ સેટ તેમજ રોકડ રકમ રૂપિયા 1.75 લાખ સાથે નું મામેરૂ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પાથરવામાં આવ્યું છે.

મામેરૂ લોક દર્શનાર્થે માટે સોમવારે સવારથી સાજ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે, અને સાંજે યજમાન પરિવારના નિવાસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન જગન્નાથજીનું મામેરુ નિજ મંદિર ખાતે લાવવામાં આવશે જ્યાં મામેરાનું અને યજમાન પરિવારનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા માં મામેરાના યજમાન તરીકેનો લાભ લેનાર ભૂમિબેન મયંકભાઇ એ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચાલુ સાલે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના સહયોગથી આ રૂડું મામેરુ ભરવાનો લ્હાવો મળ્યો છે ત્યારે પરિવારમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે ભગવાન જગન્નાથજી તમામ ભક્તોને મનોકામના પરિપૂર્ણ કરે અને કુદરતી આપત્તિ રૂપે આવેલા વાવાઝોડામાં સૌનું રક્ષણ થાય તેવી તેઓના પરિવારજનો દ્વારા ભગવાન જગન્નાથ સન્મુખ પ્રાર્થના કરાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024