Bharti melo 2023 patan

Bharti melo 2023 patan પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે તા.06.04.2023 ગરૂવારે સવારે 10.00 કલાકે ઔધોગીક તાલીમ સંસ્થા, (આઇ.ટી.આઇ), સિધ્ધપુર, ખળી ચાર રસ્તા, ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પાટણ દ્વારા આયોજીત ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે. જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકે છે.

ભરતી મેળામાં ધોરણ ૧૦/આઇ.ટી.આઇ પાસ/ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૦ ની રહેશે. તેવું રોજગાર અધિકારીશ્રી પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે www.anubandham.gujarat.gov.in વેબસાઈટ અથવા હેલ્પલાનઇ નંબરઃ 6357390390 સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024