મહેસાણાના ખેરાલુ તાલુકામાં રહેતા એક પરિવારના લોકોને જે ભુવાજી પર વિશ્વાસ હતો તેને જ તેની દીકરી સાથે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે તેના જ ગામનો એક યુવાને તેને ભગાડીને લઈ ગયો હતો. જે તે સમયે તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દીકરીને શોધી પરિવારજનોને પરત સોંપી હતી. યુવક સાથે ભાગી ગયેલી દીકરી પોતાના ઘરે પરત ફરે તે માટે પરિવારજનોએ માનતા માની હતી. યુવક સાથે ભાગી ગયેલી દીકરી પરિવાર પાસે પરત આવી ગઈ હોય પરિવારજનો 26 તારીખે દીકરીને લઈને ખોડાણા ગામે પ્રભાતજી ભુવાને ત્યાં માનતા પૂર્ણ કરવા માટે ગયા હતા.
21મી સદી સાથે લોકો ટેક્નોલોજીની સાથે કદમથી કદમ મિલાવતા આગળ વધી રહ્યા છૅ. છતા પણ જે અંધશ્રદ્ધાના દુષણ આજે પણ સમજોમાં જોવા મળી રહ્યું છૅ. ત્યારે અંધ શ્રદ્ધાનો કિસ્સો પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છૅ, જેમાં જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ભુવાજી પાસે માનતા પૂર્ણ કરવા ગયેલ પરિવારની યુવતીને વિધિ કરવાનાં બહાને ભુવાજી યુવતીને બહાર લઇ જઈ શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છૅ.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ના ખોડાણા ગામે આવેલ ભુવાજી પ્રભાતજી ઠાકોરના સ્થાનકે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયેલ ખેરાળુંનો પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છૅ. જેમાં સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો મહેસાણા તાલુકાના ખેરાળું તાલુકાની યુવતી થોડા સમય અગાઉ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ આ અંગે પરિવારે ખેરાળું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ દીકરી ઘરે પરત આવે તે માટે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે આવેલ ભુવાજી પ્રભાતજી ઠાકોરના સ્થાનકની બાધા રાખી હતી. ત્યારબાદ યુવતી પરત આવતા પરિવાર યુવતીને લઇ ખોડાણા ગામે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયેલ તે દરમ્યાન નરાધમ ભુવાજી પ્રભાતજી ઠાકોરની દાનત બગાડતાં હવસનો ભૂખ્યો ભુવો યુવતીને વિધિ કરવાનાં બહાને સ્થાનકની બહાર લઇ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી યુવતીને તેના પ્રેમી સાથે પરત મોકલવાની લાલચ આપી હતી.
આ બાબતની કોઈને જાણ ન કરવા માતાજીની સોગંધ આપી હતી, ત્યારે આ પ્રકારનું નિવેદન તેને ખેરાળું નામદાર કોર્ટમાં આપતા છેવટે આ ફરિયાદ ખેરાળું પોલીસ મથકથી ફરિયાદ ટ્રાન્સફર કરી સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકે કરવામાં આવતા દુષ્કર્મની ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ખોડાણા ગામે નરાધામ ભુવાજીની શોધ ખોળ શરૂ કરી છૅ. તેમજ જે જગ્યા પર ઘટના બની તે સ્થળ પર જઈ તપાસનો દોર ધમ ધમતો કર્યો છૅ.