Surat ONGC

Surat ONGC

સુરતના હજીરામાં આવેલા ઓએનજીસી (Surat ONGC)ના પ્લાન્ટમાં વિસ્ફોટ થવાની ઘટના બની. બોમ્બે હાઈથી આવતી મેઈન પાઈપલાઈનમાં લીકેજના થતા વહેલી સવારે એકપછી એક 3 વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા. વિસ્ફોટને કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી ગયા. આ દુર્ઘટનામાં ONGCના 2 કર્મચારી લાપત્તા હોવાનું કહેવાય છે. 

ફાયર બ્રિગેટની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઓએનજીસી દ્વારા સવારે ટ્વીટ કરીને જાણ કરવામા આવી કે, આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5-6 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા છે. આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગને કાબૂમાં લેવામાં ઘણા કલાકો લાગી શકે છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી હતી. લોકો ડરના માર્યે ઘરની બહાર આવી ગયા હતા. 

આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ

સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ઓએનજીસી ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થતા આગ લાગી. હાઈડ્રો કાર્બન ગેસ લીકેજના થતા સવારે 3.05 વાગે વિસ્ફોટ થયા. જે પાઈપલાઈનમાં આગ ફાટી નીકળી તે મુંબઈ હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024