Cracking-fingers
કોમ્પ્યુટર પર ટાઈપિંગ કર્યા બાદ કે પછી ઘણું કામ કર્યા બાદ તમે થાકી જાઓ છો ત્યારે તમે તમારી આંગળીઓને ખાસ કરીને વાળીને તેના ટચાકા ફોડો (Cracking-fingers) છો. ઘણા લોકોને આ આદત હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ આદત તમારા હાડકા પર ખરાબ અસર (Damage) કરી શકે છે.
જ્યારે તમે અજાણતા વારંવાર ટચાકા ફોડો (Cracking-fingers) છો ત્યારે તે થોડા સમય બાદ ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. તે સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર (Damage) કરે છે. આ સાથે તે હાડકા પર પણ ખરાબ અસર કરે છે. તેનાથી કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
એક રિપોર્ટ અનુસાર વારંવાર ટચાકા ફોડવાથી આંગળીના સાંધામાં રહેલું લિક્વિડ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. જો આવું થાય તો તમને ગાંઠ પણ થઈ શકે છે. આ તમામ મુસીબતોને આમંત્રિત કરવા કરતાં સારું છે કે તમે તમારી ટચાકા ફોડવાની આદતને જ બદલી લો.
તમારી આંગળીઓ અને ઘૂંટણની વચ્ચે એક ખાસ લિક્વિડ હોય છે. આ સિનોવિલ ફ્લુઇડ ગ્રીસની જેમ કામ કરે છે. આ લિક્વિડના કારણે આંગળીના હાડકા એકમેક સાથે ઘસાતા નથી. તેમાં ગેસ જેવા કાર્બન ડાયોક્સાઈડ નવી જગ્યા બને છે. જે ગેસના પરપોટા બનાવે છે અને ટચાકા ફોડતી સમયે આ પરપોટા ફૂટે છે જેના કારણે અવાજ પણ આવે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.