Bihar Hajipur
બિહાર હાજીપુર (Bihar Hajipur) માં અમરેશ નામના વ્યક્તિએ પોતાની આત્મહત્યાની બધીજ ગતિવિધિઓને લાઈવ વીડિયોમાં રેકોર્ડ કરી હતી. અને ત્યારબાદ આત્મહત્યા કરી લીધી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે અમરેશની પત્નીનું ત્રણ વર્ષ પહેલા નિધન થયું હતું.
મળતી માહિતી પ્રમાણે પત્નીના મોત બાદ અમરેશને આઘાત લાગ્યો હતો. અને તે આઘાતમાં જ જીવન જીવતો હતો. અમરેશે પોતાની પત્નીના ફોટો સાથે પહેલા સેલ્ફી લીધી ત્યારબાદ પછી લાઈવ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ જુઓ : મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી
ગામ લોકોના અનુસાર અમરેશના તેની સાળી સાથે સંબંધો હતો અને સાળી સાથે કોઈ વાતને લઈને અનબન ચાલી રહી હતી. જેમાં આ પગલું ભર્યું હોઈ શકે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.