BJP
અમરેલીમાં આજે ચલાલા ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિજય વિશ્વાસ સંમેલન શંભુપ્રસાદ ટૂંડિયાની આગેવાનીમાં યોજાયું હતું જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં હતાં.
ચલાલા ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જાણે લીરેલીરે ઉડ્યા હોય તેવો માહોલ હતો. આ ઉપરાંત અનેક લોકો અહીં માસ્ક વગર જોવા મળ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ચલાલા ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જાણે લીરેલીરે ઉડ્યા હોય તેવો માહોલ હતો.
આ ઉપરાંત અનેક લોકો અહીં માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શંભુપ્રસાદ ટૂંડિયા, સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અહીં સભા પણ યોજવામાં આવી હતી.
ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અને માસ્કના નિયમોનું પાલન નથી થઈ રહ્યું. ફક્ત ભાજપની જ વાત નથી પરંતુ કૉંગ્રેસની રેલીઓમાં પણ આવો જ માહોલ જોવા મળે છે.
પીએમ મોદીએ ગઈકાલે જ લોકોને અપીલ કરી છે ત્યારે ભાજપના જ આગેવાનો નિયમોને નેવે મૂકી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ દેશને નામ સંબોધન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કર્યાના કેટલાક કલાકોમાં જ ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ ગઢડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.