BJP Minister Dr. Kirodi Lal Meena kept the promise! Resigned
  • ભાજપના મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ વચન નિભાવ્યું!
  • લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આપ્યું રાજીનામું
  • રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી 
  • ‘પ્રાણ જાય પર વચન ન જાય’- quote બાદ સ્પષ્ટ થઇ ગયું

લોકસભા ચુંટણી 2024 ના પરિણામો આવ્યા બાદથી જ ડૉ. કિરોડી લાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે. કિરોડી લાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય- quote બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે ડૉ. કિરોડી લાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે. 

રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કિરોડીલાલ મીણાએ લગભગ 10 દિવસ પહેલાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજીનામું સોંપી દીધું હતું હવે તેની સાર્વજનિક રૂપથી જાહેરાત કરી છે.

જોકે કોંગ્રેસી નેતા સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. કારણ કે ચુંટણી દરમિયાન કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે જો પૂર્વ રાજસ્થાનની 7 સીટોમાં ભાજપ એકપણ સીટ હારે છે તો તે રાજીનામું આપી દેશે. દૌસા સીટ પરથી ભાજપની હાર થઇ હતી. આ સાત સીટોમાંથી ભાજપ 4 સીટો હાર ગઇ જેમાં દૌસા, કરોલી-ધૌલપુર, ટોંક-સવાઇ માધોપુર અને ભરતપુર સીટનો સમાવેશ થાય છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024