C R Patil
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) કોરોના સંક્રમિત થયા છે. તેમને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં પણ સી.આર.પાટીલે ગુજરાતનો પ્રવાસ કર્યો તેમજ સભાઓ પણ યોજવાામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
આ પણ જુઓ : ભારતીય વિદેશ મંત્રાલયે Global Times ને લઇ આપી ચેતવણી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રમુખ પદ સંભાળ્યા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા કોરોના મહામારીની સરકારી ગાઇડલાઇનનું પાલન ન થયુ હોવાની બૂમો પડી હતી. સી.આર.પાટીલે કોરોના મહામારીમાં પ્રવાસ કરીને ક્યાંક ને ક્યાંક કોરોના મહામારીને આમંત્રણ આપ્યું હતું.
આ પણ જુઓ : NCB એ ડ્રગ્સ કેસમાં રિયાની કરી ધરપકડ, મેડિકલ ટેસ્ટ માટે લઇ જશે
અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. હવે સી.આર પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજેપી કાર્યકર્તાઓ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.