Kangana Ranaut
કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના વચ્ચે વિવાદ વધી રહ્યો છે. શિવસેના બીએમસી (BMC)ની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહી છે.
ત્યારબાદ બીએમસીએ રવિવારે ફરી કંગના રનૌતને ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે. કંગનાના મુંબઈમાં ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવી નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું કહેવું છે કે કંગનાના ઘરમાં તેની ઓફિસ કરતા પણ વધુ નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ : બાંગ્લાદેશની સેનાના પૂર્વ મેજર ડેલવર હુસૈને હિન્દુઓને આપી ધમકી
આ પહેલા કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને બીએમસીએ કાર્યવાહી કરતા બુલડોઝરથી ટોડ ફોડ કરી હતી. કંગના રનૌત મુંબઈના ખાસ વેસ્ટ સ્થિત DB બ્રિજ (આર્કિડ બ્રિજ)ના 16 નંબર રોડ પર બનેલી એક ઇમારતના પાંચમાં માળે રહે છે. આ બિલ્ડિંગમાં કંગનાના કુલ ત્રણ ફ્લેટ છે. હાલમાં કંગનાના ઘરમાં ગેરકાયદેસર બાંધકામનો કેસ કોર્ટમાં છે, જેની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.