Porbandar
પોરબંદરના (Porbandar) બરડાના જંગલ (Forest) વિસ્તારમાંથી આજે સવારે પતિ-પત્ની અને અન્ય એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જો કે, આ ત્રણેય લોકો બે દિવસથી ગુમ હતા. ત્યારે આજે તેમની લાશો મળી આવતાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમના મોતનું કારણ અકબંધ છે.
છેલ્લા બે દિવસથી મૃતક હેતલ રાઠોડ (ઉં.વ. 30) તેમના પતિ કીર્તિભાઈ રાઠોડ (ઉ.વ. 32) અને અન્ય યુવક નાગાભાઈ આગઠ ગુમ હતા. તથા હેતલ રાઠોડ પોરબંદર (Porbandar) વન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પતિ પોરબંદરના એક ગામમાં શિક્ષક હતા.
બે દિવસ પહેલા હેતલબેન પોતાના પતિ અને રોજમદાર નાગાભાઈ સાથે પ્રાઇવેટ કારમાં બરડા ડુંગર તરફ ગયા હતા. આ પછી તેમના ફોન બંધ આવતાં વન (Forest) વિભાગ અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. જો કે, શોધખોળ દરમિયાન તેમની કાર મળી આવી હતી. ત્યારબાદ આજે સવારે બે અલગ અલગ સ્થળોએથી આ મૃતદેહો મળી આવ્યા છે.
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં શોક વ્યાપ્યો છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે તેમની ગાડી મળી આવી હતી. જ્યારે મળતી વિગતો પ્રમાણે હેતલબેન ગર્ભવતી હતા અને તેમનો આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તેમના મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. અત્યારે, ત્રણેયની લાશો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનું કારણ સામે આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.