Asif Basra
બોલીવુડ અભિનેતા આસિફ બસરા (Asif Basra) નું નિધન થયું છે. તેમણે ગુરૂવારે આપઘાત કર્યો તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આફિસ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી નથી. કાંગડાના એસપી વિમુક્ત રંજને આ ઘટનાની પુષ્ટિ કરી છે.
જાણવા મળી રહ્યું છે કે બસરા છેલ્લા 5 વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા પણ રહેતી હતી.
આ પણ જુઓ : ભારતીય નૌસેનામાં સ્કોર્પિયન ક્લાસની 5 મી સબમરિન થઈ સામેલ
પોલીસને સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આસિફ બસરાએ જબ વી મેટ, પરજાનિંયા, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ, ક્રિષ 3, બ્લેક ફ્રાઈડે, એક વિલન, મંજુનાથ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.