ઉર્વશી રૌતેલાએ ફેન્સને બતાવ્યું અનોખું ‘જાદુ’, Video થયો વાયરલ.

Bollywood actress Urvashi Rautela video viral
- Advertisement -

This browser does not support the video element.

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) બોલિવૂડ (Bollywood)ની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફેશનિસ્ટા છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે.

ઉર્વશી રૌતેલાના આ વીડિયો (Urvashi Rautela Video)માં તમે જોશો કે, એક કાકડી હવામાં લટકી રહી છે. ઉર્વશી પહેલા તેના હાથ તે કાકડી પર ઉપર અને નીચે, થોડા અંતરે ખસેડે છે અને બાદમાં તેનો હાથ એક બાજુથી બીજી બાજુ ખસેડે છે.

વીડિયોને શેર કરતા ઉર્વશીએ લખ્યું કે, “જો હું શાક હોત તો ક્યૂટ-કુંબર (ક્યૂટ કાકડી) હોત.” આ સાથે તેણે પોતાના કેપ્શનમાં કાકડી અને હાર્ટ ઇમોજીનો સમાવેશ કર્યો છે. તેણે હેશટેગ સાથે જાદુગર ઉર્વશી પણ લખ્યું છે. ઉર્વશીના આ વીડિયો પર તેના ફેન્સ ભારે કોમેન્ટ કરી રહ્યા છે.