સમગ્ર રાજ્યમાં વૈશ્વિક કોરોના મહામારીનાં દોઢ વર્ષ બાદ આ મહિનાથી એટલે કે જૂન માસથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે . ત્યારે છેલા દોઢ વર્ષથી શિક્ષણ કાર્યથી વંચિત વિધાર્થીઓનું આગામી સાતમી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહલ પહેલ જોવા મળી રહી છે

સમગ્ર વિશ્વના દેશોને હચમચાવી મુકનાર કોરોના મહામારીને લઇ મોટા ઉદ્યોગો અને નાના વેપારો સહિત શૈક્ષણિક કયો પર તેની માઠી અસર થઇ હતી. વર્ષ ર૦ર૦ થી શરૂ થયેલા આ કાળચક્રમાં ધંધા રોજગારની સાથેસાથે શૈક્ષણિક કાર્ય ઠપ થઇ જતાં વિદ્યાથર્ીઆેના શિક્ષણ ઉપર પણ મોટી અસર વર્તાઈ હતી. જોકે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ર૦ર૦નાં જૂન માસથી આેનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું

કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.એકથી ૧૧ના વિદ્યાથર્ીઆેને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને આગામી સાતમી જૂનથી નવા શૈક્ષણિક સત્ર ને શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેને પગલે છેલા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્યથી અળગા રહેલા વિધાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે . ત્યારે શહેરમાં આવેલીનોટબુક અને સ્ટેશનરીની દુકાનોમાં પાઠય પુસ્તકો ખરીદી કરવા માટે વાલ્ાીઆે અને વિધાર્થીઓની ચહેલપહેલ જોવા મળી રહી છે.

વર્ષ ર૦ર૧ નું નવું સત્ર પણ આેનલાઈન જ શરુ કરવામાં આવશે. ત્યારે નવા ધોરણમાં આવનાર બાળકો માટે નવા પાઠયપુસ્તકો , નોટબુકો તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે અત્યારથી જ સ્ટેશનરી દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજથી શરુ થયેલા શાળા-કોલેજોના ઓનલાઈન શૈક્ષાણિક કાર્ય શરુ થવા છતાં બુકસ્ટોલોમાં ઘરાકીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ઓનલાઈન શૈક્ષાણિક કાર્યને લઈ વાલીઓ સો ટકા ખરીદીની જગ્યાએ માત્ર ૩૦ ટકા જ ખરીદી કરતા હોવાથી તેની સીધી અસર ઘરાકી પર પડી હોવાનું જણાવી પાઠયપુસ્તકના બદલાવને લઈ પણ બુકસ્ટોલોના વેપારીઓને ખૂબજ તકલીફ પડી હોવાનું બુકસ્ટોલ વેપારી રાકેશ ઠકકરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024