boom motors e scooter

બૂમ મોટર્સે(boom motors) તેનાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર ‘કૉર્બેટ 14’ અને ‘કૉર્બેટ 14-EX’ લોન્ચ કર્યાં છે. કંપનીનો દાવો છે કે આ ભારતના સૌથી વધારે ટકાઉ સ્કૂટર હશે. કૉર્બેટ 14 સ્કૂટરની કિંમત 89, 999 રૂપિયા અને કૉર્બેટ 14-EXની કિંમત 1,19,999 રૂપિયા છે. આજે એટલે કે 12 નવેમ્બરથી તેનું બુકિંગ શરૂ થયું છે. 499 રૂપિયા આપી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ(Official Website) પર તેનું બુકિંગ કરી શકાય છે.

કૉર્બેટ 14-EXની રેન્જ 200 કિલોમીટર

બંને સ્કૂટરની બેટરી કેપેસિટી, ટોપ સ્પીડ અને રેન્જ અલગ છે. કૉર્બેટ 14ની 2.3 kWh બેટરી 65 કિલોમીટરની ટોપ સ્પીડ અને 100 કિલોમીટરની રેન્જ આપે છે. કૉર્બેટ 14-EXની 4.6 kWhની બેટરી 200 કિમી.ની રેન્જ આપે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 75 કિલોમીટરની છે.

પોર્ટેબલ ચાર્જરથી ચાર્જ થશે

બંને સ્કૂટરમાં સ્વેપેબલ બેટરી છે. તેના પોર્ટેબલ ચાર્જરને કોઈ પણ ઘરેલુ સોકેટમાં પ્લગ ઈન કરી શકાય છે. આ સ્કૂટર મેક્સિમમ(maximum) 200 કિલોગ્રામ સુધીનો લોડ(Load) સહન કરી શકે છે.

1699 રૂપિયાની EMIની સુવિધા

ઈ-સ્કૂટર(e scooter)ની ખરીદી 1699 રૂપિયાની મંથલી EMI સાથે પણ કરી શકાય છે. આ EMIનો પીરિયડ 5 વર્ષનો રહેશે. કંપની ચેસિસ પર 7 વર્ષની અને બેટરી પર 5 વર્ષની વૉરન્ટી આપે છે. કંપનીની કોઈમ્બતૂરની ફેક્ટરીમાં 1 વર્ષમાં 1 લાખથી વધારે ઈ સ્કૂટર તૈયાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024