Pfizer corona vaccine

Pfizer corona vaccine

બ્રિટન પહેલો એવો પશ્ચિમી દેશ બન્યો છે જેની કોરોના માટેની ફાઈઝર વેક્સિન (Pfizer corona vaccine) ને મંજુરી મળી ગઈ છે. બ્રિટન સરકારની રેગ્યુલેટરી એજન્સીએ વેક્સિનના ઉપયોગને લીલી ઝંડી આપી દીધા બાદ બ્રિટન વેક્સિન ઉપયોગ કરનાર પહેલો પશ્ચિમ દેશ બની જશે.

ફાઈઝર કંપની આ પહેલા દાવો કરી ચુકી છે કે, વેક્સિન 95 ટકા અસરકારક છે. કંપનીનુ કહેવુ છે કે, કોરોના સામેની લડાઈમાં ઐતહાસિક મોકો આવ્યો છે. આ વેક્સિનનો ઉપયોગ એવા લોકો પર કરવામાં આવશે જેમને કોરોનાથી વધારે ખતરો છે. 1 જાન્યુઆરીથી આ વેક્સિન આપી શકાશે.

આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ

બ્રિટને આ વેક્સિનના 4 કરોડ ડોઝ ખરીદ્યા છે. વેક્સિનના ડોઝ આગામી દિવસોમાં બ્રિટનમાં પહોંચાડાશે. ફાઈઝર વેક્સિનના ડોઝ સાચવવા માટે તેને માઈનસ 70 ડિગ્રી તાપમાન હેઠળ રાખવા જરુરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.