BRTS
અમદાવાદમાં લગભગ દર બે ત્રણ મહિને બીઆરટીએસ (BRTS) બસો અકસ્માત થતા રહે છે. જેમાં થોડા સમય પહેલા જ બીઆરટીએસના ગંભીર અકસ્માતમાં બીઆરટીએસના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા.
ત્યારે હવે ફરી બીઆરટીએસની અકસ્માત થયો છે. જેમાં જોધપુર ટેકરા પાસે બીઆરટીએસ બસને અકસ્માત સર્જાયો છે. બસ એલઈડી થાંભલા સાથે ભટકાઈ છે.

આ પણ જુઓ : પોલીસ કર્મચારીનો નિયમોનો ભંગ કરતો વિડિઓ વાઇરલ થતા સસ્પેન્ડ કરાયા
આ અકસ્માતમાં બસનું ટાયર ફાટતા બસ થાંભલા સાથે અથડાતા તેનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસમાં આગળનો કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બસમાં સવાર 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસ ચાલક અને મુસાફરો બચાવ થયો હતો.