Budget : બજેટ 2021
શું મોંઘું થશે
મોબાઈલ, મોબાઈલના પાર્ટ્સ, ઓટોસ્પાર્ટ્સ, પેટ્રોલ-ડીઝલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કોટનનાં કપડાં, લેધરનાં જૂતાં, સોલર ઈન્વર્ટર, કાબુલી ચણા, યુરિયા અને ડીએપી ખાતર, દારૂ
શું સસ્તું થશે
સોનું-ચાંદી, લોખંડ, ચામડાની વસ્તુઓ, ડ્રાય ક્લિનિંગ, સ્ટીલનાં વાસણો, ઈન્શ્યોરન્સ, વીજળી, પોલિસ્ટર, તાંબાનાં વાસણો, કૃષિનાં સાધનો
સ્વાસ્થ્ય ક્ષેત્રને ગતિ આપવા માટે દેશમાં 75 હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. કોરોના વેક્સીનને વિકસિત કરવા માટે 35 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત. સ્વાથ્ય સેવા માટે સરકારે 2.23 લાખ કરોડની જાહેરાત કરી છે.
જૂનો કારોને સ્ક્રેપ કરીને પ્રદૂષણ વધવા પર રોક લગાવવામાં આવશે. તેનાથી ઓઇલ આયાત ખર્ચ પણ ઘટશે. સરકાર ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે જ્યાં પર્સનલ વ્હીકલને 20 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલને 15 વર્ષ બાદ લઈ જવા પડશે.
નાણા મંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડૂતોની સમસ્યાઓને જોતાં નાણા મંત્રીએ MSPને વધારીને ઉત્પાદન ખર્ચના 1.5 ગણું કરવાનો પ્રસ્તાવ કર્યો છે.