Maharashtra

મહારાષ્ટ્ર (Maharashtra) ના રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં 16 રહેવાસીઓનો ભોગ લેનારી ઈમારત દુર્ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈમાં નાગપાડામાં એક ઈમારતનો શૌચાલય બાજુનો ભાગ તૂટી પડતાં બે જણનાં મોત થયાં હતાં તો ચેમ્બુરમાં એક ઈમારતની દીવાલ તૂટી પડતાં એક જણ ઘાયલ થયો હતો.

મુંબઈના નાગપાડામાં શુક્લાજી સ્ટ્રીટ ખાતે આયેશા કમ્પાઉન્ડમાં ભોંયતળિયું વત્તા બે માળની મિશ્રા બિલ્ડિંગના શૌચાલયનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કાટમાળ હેઠળ દટાયેલી આલિયા રિયાસત કુરેશી (12 ઉ.વ.) અને નૂર કુરેશી (70 ઉ.વ.) નાં મોત નિપજ્યા હતાં

નાગપાડા દુર્ઘટના પછી ઘટનાસ્થળે ગયેલાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે, મિશ્રા બિલ્ડિંગ છેલ્લાં છ વર્ષથી ઉપકરપ્રાપ્ત ઈમારતના માલિક અને ડેવલપરને રિડેવલપમેન્ટ કરવા માટે આપી હતી. છ વર્ષ પછી પણ ડેવલપરે રિડેવલપમેન્ટ નહીં કરતાં આ દુર્ઘટના બની છે. તેમજ મહાપાલિકા તરફથી તેને જોખમી ઈમારત જાહેર કરવામાં આવી હતી.

મહાપાલિકાના સંબંધિત વિભાગ તરફથી બિલ્ડરને આ અંગે વારંવાર નોટિસો પણ મોકલી હતી. હવે મ્હાડાને સંબંધિત ડેવલપર વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરીને તેને આપવામાં આવેલી એનઓસી રદ કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

તો બીજી દુર્ઘટના ચેમ્બુર પૂર્વમાં આર સી માર્ગ પર મહાત્મા ફુલે નગરમાં એક ઈમારતની બાલ્કનીનો ભાગ બપોરે તૂટી પડ્યો હતો. તેમાં તુલસાબાઈ વામન અંભોરે (54 ઉ.વ )ને માથું અને છાતીમાં ઈજા પહોંચી હતી, તેવું મહાપાલિકાએ જણાવ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024