ગરમીના દિવસોમાં આપણે ભાવે એવા અનેક પ્રકારના કોલ્ડ ડ્રિંક બનાવીએ છીએ. પરંતુ એમાં પણ દર બે દિવસે મનમાં એ જ સવાલ આવે કે હવે નવું શું બનાવવું? તમારા આ સવાલનો જવાબ છે બિસ્કિટ શેક. બિસ્કિટ દરેક બાળકને ભાવતા હોય છે. તો ચાલો આજે બનાવીએ યમ્મી બિસ્કિટ શેક.
સામગ્રીઃ-
બાળકને ભાવતા બિસ્કિટનું 1 પેકેટ
ઠંડું દુધ 1 કપ
વેનિલા આઈસ્ક્રીમ 1 કપ
ચોકલેટ સિરપ 1 ટેબલસ્પૂન
ગાર્નિશિંગ માટેઃ-
ચોકલેટ સિરપ 1 નાની ચમચી
વેનિલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ
બિસ્કિટના કેટલાક ટૂકડાં
રીતઃ –
સૌપ્રથમ મિક્સરમાં બિસ્કિટના ટૂકડાં કરીને નાખો. ત્યારબાદ તેમાં દૂધ અને વેનિલા આઈસ્ક્રીમ નાખી દો. હવે આ મિશ્રણ જ્યાં સુધી સ્મૂધ ન થઈ જાય ત્યાં સુધી ક્રશ કરો. ત્યારબાદ આ મિશ્રણમાં ચોકલેટ સિરપ નાખીને ફરી એકવાર ક્રશ કરી લો. તૈયાર છે બિસ્કિટ મિલ્કશેક.
સર્વિંગ ગ્લાસમાં સૌપ્રથમ ચોકલેટ સિરપ નાખો. ત્યારબાદ તૈયાર કરેલો શેક નાખી તેની ઉપર એક સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ મૂકો. તેની ઉપર બિસ્કિટના ટૂકડાં ભભરાવી સર્વ કરો.