પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ નગરપાલિકા દ્વારા શહેરની અંદર વિવિધ સુવિધા અપાઈ રહી હોવાનું શહેરના નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું.
સમગ્ર પાટણ જિલ્લામાં સ્વચ્છ શહેર ગણવામાં આવે તો ચાણસ્મા શહેર નંબર વન ગણવામાં આવે છે ત્યારે પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નોથી ચાણસ્મા શહેર અત્યારે રોડ રસ્તા તેમજ પાણીની જે સમસ્યાઓ હતી તે દૂર થઈ છે તેમજ શહેરના વિવિધ સોસાયટીઓ તેમજ નાના નાના મહોલ્લાઓ અત્યારે આરસીસી રોડથી સુંદર રળિયામણા લાગી રહ્યા છે.
ચાણસ્માના પત્રકારો દ્વારા શહેરની અંદર રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું હતું કે શહેરની અંદર આવેલ જેવાકે ઇન્દીરાનગરની અંદર આવેલા માઢો તેમજ વિવિધ સોસાયટીઓમાં રોડ રસ્તા પાણી તેમજ ગટરલાઇનની સુંદર વ્યવસ્થા જળવાઇ રહી હતી તેમજ પશુઓને પીવા માટે પાણીના હવાડા તેમજ શહેરીજનોને પીવા માટેનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે શહેરની અંદર બે મિનરલ વોટર પ્લાન્ટ પણ નાખવામાં આવ્યા છે ત્યારે ચાણસ્મા નગરપાલિકાની કામગીરી સરાહનીય ગણાઇ રહી છે.
આ બાબતે ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલને પૂછતાં જણાવ્યું હતું કે શહેરની અંદર પાંચ ટકા જેટલું રોડનું કામકાજ બાકી રહેલું છે જે પણ કોરોના કાળમાં અટવાયેલું હતું ત્યારે હવે વહીવટી કામ ચાલુ થતાં જ સમગ્ર શહેરને આરસીસી રોડથી વ્યવસ્થિતિ કરી શહેરની સુંદરતામાં વધારો કરવામાં આવવાનું જણાવ્યું હતું.