ચાણસ્મા પંથક માં દિન-પ્રતિદિન વૃક્ષો કપાઇ રહ્યા હોવાની માહિતી મળતા ચાણસ્માના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સજાગ બની વૃક્ષ કટિંગ કરતા લોકો સામે લાલ આંખ કરી રહ્યા છે ત્યારે ચાણસ્મા ફોરેસ્ટ વિભાગને મળેલ બાતમીને આધારે લાકડા ભરેલ ટ્રેક્ટરને ઝડપી પાડયું હતું
ચાણસ્મા ફોરેસ્ટ વિભાગ માંથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના છમિશા ગામ તરફથી ચાણસ્મા તરફ આવી રહેલ ટ્રેક્ટર ની અંદર જલાઉ લીમડો ત્રણ કિ્વંટલ તેમજ ખીજડો ઝડપી પાડયો હતો
ચાણસ્મા ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ વી પી વણસોલ તેમજ એ એમ ચૌધરી દ્વારા ચાણસ્મા ના બ્રાહ્મણવાડા નર્સરી નજીકથી સેંધા ગામના ટ્રેકટરચાલક વનાજી હલાજી ઠાકોર ને જલાઉ લાકડા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં વૃક્ષાો કાપીને વેચવા વાળા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.