ઝીલીયા થી ચવેલી સુધી જવાના માર્ગ પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓની સાથે અકસ્માતનો ભય સતાવી રહયો છે.

તો પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા મન મૂકીને વરસતા જાણે ઝાડી ઝાંખરામાં જાણે નવા પ્રાણ પુરાયા હોય તે રીતે ખીલી ઉઠયા છે.

ત્યારે પાટણ જિૡાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામથી ચવેલી ગામ જવાના રોડ પર બાજુમાં આવેલી સાઈડમાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય વધી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલોં લઇ સાઈડો માંથી બાવળનું નિકાલ કરવામાં આવે તેવું વાહન ચાલકોની લાગણી અને માગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024