ચાણસ્મા ખોડિયાર માતાજી મંદિર થી રૂપેશ્વરવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ બાબતે ચીફ આેફિસરને અનેકવાર રજુઆતો કરવા છતાં આજદીન સુધી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
નગરપાલિકા ચેમ્બરમાં ચીફ આેફિસરની ગેર હાજરી જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકીગ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેવું લોક મુખે ચર્ચાઈ રહયું છે.
પાટણ જીલ્લાના ચાણસ્મા પંથકમાં વરસાદ એક બે ઇંચ પડતાંની સાથે રૂપેશ્વરવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ચાણસ્મા નગરપાલિકામાં રૂપેશ્વરવાળા વિસ્તારના સોસાયટીના રહીશો દ્વારા ચાણસ્મા નગરપાલિકામાં અનેકવાર રજુઆતો કરવામાં આવી છે
અને મૌખિક જાણ કરવામાં આવી છે તેમ છતાં આ પાણીના નિકાલ બાબતે આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
નગરપાલિકાના ચીફ આેફીસર જ્યારે રજુઆત કરવા જઈએ ત્યારે હાજર હોતા નથી તેવું ચાણસ્મામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.