Chanasma : ચાણસ્મા ના સરસાવ અને વસાઈપુરા ગામે ચોરીના બનાવની ધટના પ્રકાશમાં આવવા પામી છે જેમાં સરસાવ ગામે બે મકાનો તેમજ વસાઈપુરા ગામે એક મકાનને કોઈ અજાણ્યા તસ્કરો એ નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા લઈ પલાયન થયા હોવાની જાણ મકાન માલિકોને થતાં તેઓએ ચાણસ્મા પોલીસને ધટના ની જાણ કરાતા ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો ને ઝડપી લેવા ફિગર પ્રિન્ટ અને ડોગ સ્કોડ ની મદદથી ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે ની સુમારે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે રહેતા બાબુભાઈ સોમાભાઈ પરમાર કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી પાટણ રહેતા હોય સરસાવ ગામની અંદર આવેલ પોતાની માલિકીનું મકાન બંધ હોય તેને તસ્કરોએ રાત્રિના સુમારે નિશાન બનાવી મકાનનું તાળું તોડી અંદર પડેલી તિજોરીમાંથી એક સોનાની વીંટી, ચાંદીના ઝુડા નંગ ત્રણ, ચાંદીના સિક્કા તેમજ માટી ના ગલ્લા માંથી રોકડ રકમની તસ્કરી કરી તેની બાજુમાં આવેલ અન્ય એક મકાનને પણ નિશાન બનાવી તેમાથી સોનાનો પોણા તોલાનો દોરો,ચાંદીની શેરો, બે જોડ ચાંદીની ઝાંઝર અને રોકડ રકમ ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

આ બનાવની જાણ મકાન માલિકોને થતા તેઓએ ચાણસ્મા પોલીસ ને આ જાણ કરતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હતા.

ચાણસ્મા ના વસાઈપુરા ગામે પણ હિતેશભાઈ કાંતિભાઈ પટેલના મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યુ હોય પોલીસે આ અજાણ્યા તસ્કરો ને ઝડપી લેવા ફિગર પ્રિન્ટ એકસપર્ટ અને ડોગ સ્કોરની મદદથી તપાસ ના ચક્રો ગતિશીલ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024