Charlie Peng

Charlie Peng

ચીની નાગરિક ચાર્લી પેંગ (Charlie Peng)નીએ અન્ય ચીની નાગરિકો સાથે મળીને શેલ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલ્યા અને 1000 કરોડ રુપિયાનો હવાલો કર્યો. ત્યારબાદ ચીની નાગરિક ચાર્લી પેંગ (Charlie Peng)ની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય ઘણી એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

ઉપરાંત એક મોટો ખુલાસો પણ થયો છે કે ચાર્લી પેંગ નામનો આ ચીની નાગરિક (Chinese citizen) એક જાસુસી નેટવર્ક માટે પણ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ચાર્લી પેંગ મારફતે ચીનની સિક્રેટ એજન્સીએ દિલ્હીમાં વસતા તિબેટીઓને લાંચ આપવાના પ્રયત્નો પણ કર્યા છે. દિલ્હીમાં મજનૂ કાટીલા વિસ્તારમાં રહેતા ભિક્ષુઓ ને લામા તેમના નિશાન પર હતા.

આ પણ જુઓ : Corona Vaccine : ચીનની પહેલી કોરોના રસીને પેટેંટ મળી, સૈનિકોને રસી લાગવાનું શરુ

મળતી જાણકારી પ્રમાણે દલાઇ લામા અને તેમના સાથીઓ વિશે માહિતિ એકઠી કરવા માટે ચાર્લી પેંગે આ લોકોને લાંચ આપી છે. લાંચ આપવા માટે તેણે પોતાની ઓફિસના કર્મચારીઓનો ઉપયોગ કર્યો. આ કર્મચારીઓ મારફતે ચાર્લી પેકેટ મોકલતો હતો, સામાન્ય રીતે આ પેકેટની અંદર બેથી ત્રણ લાખ રુપિયા હોવાનું ચાર્લીએ તપાસ એજન્સીઓને જણાવ્યું છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ કામ માટે ચાર્લી લોકો સાથે ચાઇનીઝ એપ વીચેટના માધ્યમથી સંપર્કમાં હતો.

આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

2014માં ભારત આવેલો ચાર્લી લુઓ સાંગના નામથી પણ ઓળખાય છે. તેણે દિલ્હી ને હિમાચલ પ્રદેશની દલાઇ લામાની ટીમમાં ઘુસવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ગયા અઠવાડિયે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારમાં રેડ પાડવામાં આવી, જેમાં આ વાત સામે આવી કે ચાર્લી પેંગ અને અન્ય ચીની નાગરિકોએ ચીની શેલ કંપનીના નામે 40 બેન્ક એકાઉન્ટ ખોલ્યા હતા, જેના મારફતે 1000 કરોડ કરતા પણ વધારેની મની લોન્ડરિંગ કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024