રાધનપુર ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટ ઉપરાંત વિશ્વ વિરાસત રાણીની વાવ અને વિર મેઘમાયા વર્લ્ડ મેમોરિયલ ફાઉન્ડેશનની લેશે મુલાકાત.
પાટણ તાલુકાના સરવા ગામે મહાકાલી માતાના મંદિર ઉપરાંત શહેરના કાલિકા માતા મંદિરે શીશ નમાવશે મુખ્યમંત્રી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.20 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાની મુલાકાત લેશે. સૌપ્રથમ રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટ તથા શાંતિધામની મુલાકાત બાદ મુખ્યમંત્રી પાટણ તાલુકાના સરવા અને શહેરના કાલિકા મંદિરે શીશ ઝુકાવશે.
પાટણની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશ્વ વિરાસત રાણીની વાવ તથા વિર મેઘમાયા વર્લ્ડ મેમોરિયલનું નિરિક્ષણ કરશે. સાથે જ પાટણ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી