Vijay Rupani

Vijay Rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના હસ્તે આજે તા.૦૭ જાન્યુઆરી,૨૦૨૧ના રોજ પાટણ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે કુલ રૂ.૨૨૩.૨૬ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નલ સે જલ પહોંચાડવાની નેમ સાથે પાણીદાર ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રૂ.૯૪૬૪.૯૨ લાખના ખર્ચે નર્મદા કેનાલ આધારીત (બીકે-૩ પી-૨) રાધનપુર અને સાંતલપુર (રાસ) જુથ પાણી પુરવઠા રાધનપુર ગૃપ સુધારણા યોજનાનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

રાધનપુર તાલુકાના ૫૧ ગામ, સાંતલપુર તાલુકાના ૧૪ ગામના તથા રાધનપુર શહેરના લાભાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી પુરૂં પાડવામાં આવશે. ૬૦ એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટ, ૧૧૮૦ ચો.મી. વિસ્તારના ૦૬ પંપ હાઉસ, કુલ ૧૬૨.૫૦ લાખ લીટર ક્ષમતા ધરાવતા ૦૪ ભુગર્ભ સંપ અને ૨૧૩ કિ.મી.ની પાણી વિતરણ લાઈન સહિતની યોજનાથી હાલ ૧.૯૦ લાખ લાભાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બનશે.

સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ.૭૯૦૮.૯૪ લાખના ખર્ચે નર્મદા કેનાલ આધારીત (બીકે-૩ પી-૨) રાધનપુર અને સાંતલપુર (રાસ) જુથ પાણી પુરવઠા સાંતલપુર ગૃપ સુધારણા યોજનાનું ખાતમૂહૂર્ત કરવામાં આવશે. સાંતલપુર તાલુકાના ૫૭ ગામ, રાધનપુર તાલુકાના ૦૫ ગામના લાભાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી પુરૂં પાડવામાં આવશે. ૭૫ લાખ લીટર ક્ષમતાના રો-વોટર ઈનટેક, ૧૦ લાખ લીટર ક્ષમતા ધરાવતી ૦૨ ઉંચી ટાંકી, ૧૨૯૦ ચો.મી. વિસ્તારના ૦૮ પંપ હાઉસ અને ૨૪૫ કિ.મી.ની પાણી વિતરણ લાઈન સહિતની યોજનાથી હાલ ૧.૩૨ લાખ લાભાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બનશે.

આ પણ જુઓ : અમેરિકામાં અશ્વેતે ગળું દબાવીને ગુજરાતીની કરી હત્યા

વધુમાં રૂ.૯.૧૭ કરોડના ખર્ચે હારીજ શહેર ખાતે તૈયાર કરવામાં આવેલા ૩.૦૦ એમ.એલ. ક્ષમતા તથા રૂ.૧૪.૯૭ કરોડના ખર્ચે રાધનપુર શહેર ખાતે તૈયાર કરવામાં આવેલા ૬.૦૦ એમ.એલ. ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવશે. જેના કારણે પીવાના શુદ્ધ પાણીનો ૭૭ હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળશે.

યુવાનોમાં સમરસતા કેળવાય અને ભારતનું યુવાધન યોગ્ય માર્ગે વળે તે માટે યુનિવર્સિટીમાં તથા વધુ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા જિલ્લાઓમાં સમરસ છાત્રાલયો બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને આગળ ધપાવતાં પાટણ જિલ્લા ખાતે નવનિર્મિત સમરસ છાત્રાલયોનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પાટણ ખાતે ૨૫૦ કુમાર અને ૨૫૦ કન્યા એમ કુલ ૫૦૦ વિદ્યાર્થીઓ માટે નવા બે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.૨૫.૩૯ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો.મી. જગ્યામાં નિર્માણ પામેલા સમરસ છાત્રાલયોમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રહેવા અને જમવા સહિતની સુવિધાઓ મળશે.

આ સમારંભમાં પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપરાંત પાટણના સંસદસભ્યશ્રી ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024