China
શનિવારના રોજ ચીન (China)ના શાંક્સી પ્રાંતમાં એક રેસ્ટોરાં તૂટી પડવાથી 29 લોકોના મોત નીપજ્યા છે અને 28 લોકો ઘાયલ થયા છે. તેમજ ઇજાગ્રસ્તોમાંથી 7 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ ઘટનામાં ફસાયેલા લોકોને આખી રાત રાહત અને બચાવની કામગીરી ચાલ્યા બાદ કાટમાળમાંથી તમામ લોકોને કાઢી દેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post
માહિતી મુજબ રેસ્ટોરાં તૂટવાની ઘટના ચીન (China)ના શાંક્સી પ્રાંતમાં લિનફેન શહેરમાં થઇ બની છે. શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે 840 બચાવકર્મી, 100 મેડિકલ વર્કર્સ, અને 15 એમ્બ્યુલન્સે રાહત અને બચાવ કામ કર્યું. આ ઘટનામાં કુલ 57 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે.
આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે
ચેનલે કહ્યું કે જે લોકોને નીકાળ્યા છે તેમાંથી 29 લોકો મૃત જોવા મળ્યા છે. આ સિવાય 28 લોકો ઘાયલ છે જેમાંથી 7ની સ્થિતિ ખૂબ જ નાજુક છે. કહેવાઇ રહ્યું છે કે કાટમાળમાંથી લોકોને કાઢવા માટે કૂતરાઓનો ઉપયોગ કરવો પડ્યો. કાટમાળને હટાવા માટે ભારેભરખમ મશીનોનો ઉપયોગ કરાયો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.