Joravarpura

Joravarpura

સમી તાલુકાના મોટા જોરાવરપુરા (Joravarpura) ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરતા ઠાકોર અને ભરવાડ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. ઘટનાને પગલે પાટણ જિલ્લાની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પડ્યો હતો.

સમી પોલીસ મથકે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. સમીના મોટા જોરાવરપુરા ગામે રસ્તા પર દીવાલનું ગેરકાયદેસર રીતે ચણતર કરતા ઠાકોર અને ભરવાડ સમાજના લોકો સામ સામે આવી ગયા હતા. અથડામણમાં લાકડી, ધોકા અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંને પક્ષના 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. 30 જેટલા લોકો સામે અટકાયતી પગલાં લેવાયાં હતાં.

આ પણ જુઓ : અમદાવાદ: દેહજ માટે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા

અથડામણમાં 6 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડયા હતા. પાટણ એસપી અક્ષય રાજ મકવાણા સહિત રાધનપુર ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024