Clone Trains
રેલવે મંત્રાલય તરફથી 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન (Clone Trains) ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આ ક્લોન ટ્રેનો માટે રિઝર્વેશન 19 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે.
આ સાથે જ આ ટ્રેન (Clone Trains) મુખ્ય ટ્રેનો કરતા બહુ ઓછા સ્ટેશન પર ઊભી રહેશે. જેનાથી બંને ટ્રેન પોતાના નિર્ધારિત સ્ટેશન પર લગભગ એક જ સમયે પહોંચી જશે. ઉપરાંત આ ક્લોન ટ્રેન સંપૂર્ણ આરક્ષિત હશે તેમજ પહેલાથી નિર્ધારિત સમય પર જ દોડશે. આ ટ્રેનની ઝડપ મુખ્ય ટ્રેનથી વધારે હશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું કે 19 જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેન (Clone Trains) ને હમસફર રેક્સનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે. જ્યારે એક જોડી લખનઉ દિલ્હી ક્લોન સ્પેશિયલ ટ્રેનને જનશતાબ્દી એક્સપ્રેસની જેમ ચલાવવામાં આવશે. તમને જણાવવાનું કે, હમસફર રેકનું ભાડું હમસફર ટ્રેન જેટલું જ હશે. જ્યારે જનશતાબ્દી રેકનું ભાડું જનશતાબ્દી એક્સપ્રેસ જેટલું હશે.
રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ક્લોન સ્પેશિયલ ટ્રેન પહેલા ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોથી વધારાની હશે. તથા રેલ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા સમયપત્રક પ્રમાણે, બિહારના પાંચ સ્ટેશન પરથી ક્લોન ટ્રેન ચાલશે. જ્યારે ત્રણ ટ્રેન પંજાબના અમૃતસરથી ચાલશે.
તો વારાણસીથી શરૂ થઈને દિલ્હી આવતી ક્લોન ટ્રેન ફક્ત બે સ્ટેશન લખનઉ અને મુરાદાબાદમાં રોકાશે. તેમજ આ ક્લોન ટ્રેન ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો વચ્ચે દોડાવવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.