Dy Cm
- આજે બુધવારે CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ કોરોના સંક્રમણ નિયંત્રણને થઇ રહેલી કામગીરીની સમીક્ષા માટે વડોદરા અને રાજકોટ મુલાકાત લેનાર છે.
- CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ સવારે 10.30 વાગે બન્ને નેતાઓ રાજકોટ પહોંચ્યા છે અને ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ વડોદરા આવી પહોંચશે.
- તથા આ મુલાકાતમાં તેમની સાથે મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ પણ જોડાશે.
- પરંતુ આ બન્ને નેતાઓ રાજકોટ પહોંચે તે પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે.
- રાજકોટમાં CM વિજય રૂપાણીના આગમન પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
- રાજકોટમાં કોરોનાથી આજે 7 દર્દીઓના મૃત્યુ થયા છે.
- સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
- રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
- રાજકોટમાં પોઝિટિવ કેસ અને મૃત્યુમાં સતત વધારો થઇ રહ્યો છે.
- તથા વઢવાણ, રાજકોટ, જૂનાગઢ, ઉપલેટાના દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
- તેમજ જેતપુર, લીંબડી,જસદણના દર્દીઓના મૃત્યુ થયા છે.
- તો બીજી બાજુ આજે (બુધવારે) બપોરે 3 કલાકે વડોદરા આવ્યા બાદ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતીની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટી તંત્ર, પંચાયત, પોલીસ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
- Rakhi : ભાઈની રાશિ પ્રમાણે આ રાખડી બાંધવી અતિ ગણી ફળદાયી
- આ ત્રણ રાશિઓ પર શનિદેવ છે ભારે,જાણો શનિની મહાદશા વિશે
- જે બાદ વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગર પાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજવામાં આવશે.
- આ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને Dy Cm નીતિન પટેલ મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ પરત ગાંધીનગર જવા રવાના થશે.
- નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કેસ 1000 ને પાર થઈ ગયા છે,
- તો શહેર અને જિલ્લામાં 1600 ને પાર થયા છે.
- સતત વધતા કેસને લઈને આરોગ્યની સુવિધાઓ બાબતે પણ ચર્ચા કરશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow