આજે ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું.
આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા છે
ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર છે ત્યારે મોટી જાહેરાતના ઍંધાણની ચર્ચા વધી ગઈ છે.
તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે.
ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે ગુજરાત ભાજપ કોના નેતૃત્વમાં રહેશે તે જોવાનું રહેશે.