Surat Coffeeshop news

સુરત(Suart) શહેરના કોફી શોપ(Coffee Shop)માં બેભાન મળેલી બીએડની વિદ્યાર્થિનીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાંખ્યાનો આક્ષેપ લગાવ્યો છે. બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયાં હતાં, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી.

કોફી પીધા બાદ યુવતીનું નિપજ્યુ મૃત્યુ

આ તરફ યુવતીનું મોત થતા પરિવારજનો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. પરિવારે અન્ય ધર્મના યુવકે ઝેરી પદાર્થ કોફીમાં ભેળવી દીધો હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે. પરિવાર કહી રહ્યો છે કે દીકરીએ યુવક સાથે કોફી પીધી હતી. જે બાદ તે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે કોફી પીધા બાદ યુવતીનું મોત નિપજતા સમગ્ર મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારે દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ કર્યો ઈન્કાર

મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું પણ મનાઈ રહ્યું છે એક ની એક દીકરીને અન્ય યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ મામલે પોલીસ દોડતી થઈ ગઈ છે. દીકરીના પરિવાર દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. પરિવારે સમાજ સાથે હોવાનો દાવો કર્યો છે તો આ તરફ દીકરીના પિતા મુંબઈથી સુરત આવવા નીકળી ગયા છે. સુરત આવ્યા બાદ પોસ્ટ મોર્ટમ કાર્યવાહી કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024